મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારના વિવિધ કામો બાબતે સમીક્ષા કરતાં મંત્રી કાંતિલાલ અમૃતિયા
મોરબી જીલ્લામાં લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે રીતે કામ કરવા અધિકારીઓને મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ટકોર
SHARE
મોરબી જીલ્લામાં લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે રીતે કામ કરવા અધિકારીઓને મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ટકોર
મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક ઉચ્ચ, તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ તકે શ્રમ રોજગાર મંત્રી કાન્તિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યાં.
આ તકે મંત્રીઓએ જિલ્લામાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચના અધિકારીઓ આપી હતી. તેમજ સરકારની વિવિધ સહાય સરળતાથી મળીને તે પણ અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં બ્રિજ, વીજળી, રોડ તથા જિલ્લાના ડેમોની સફાઈ સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરવા તથા કામમાં વિલંબ કરનાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની સૂચના મંત્રીએ આપી હતી. તો મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લામાં કોઈ પ્રશ્નો ન રહે, લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે રીતે અધિકારીઓને કામગીરી કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર કે.બી. ઝવેરી, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









