મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે


SHARE





મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે મ્યુલ બેંક વડે ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં પોલીસે અગાઉ આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ હરદેવસિંહ જાડેજા અને સ્ટાફે બાદમાં ગિરિરાજસિંહ કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (૨૯) રહે.હાલ ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી મૂળ કાજુદા ખંભાડિયા વાળાની ધરપકડ કરેલ છે અને બાદ ઊંડી તપાસ કરવામાં આવતા વધુ નામ ખુલતા રવિ મનુભાઈ વિંધાણી વાણંદ (૩૨) રહે.શનાળા બહુચર માતાના મંદિર પાસે મૂળ રહે ગઢની રાંગ ભવાની ચોકને તેમજ તેની સાથે દિવ્યાબેન પરેશભાઈ સોલંકી વાણંદ (૨૫) રહે.જીવનજયોત સોસાયટી નવજીવન સ્કૂલ પાસે વાવડી રોડ મોરબી વાળાઓને પકડવામાં આવ્યા હતા અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવતા જેલ હવાલે કરાયા હોવાનું તપાસ અધિકારી પીએસઆઇ એચ.આર.જાડેજાએ જણાવેલ છે.

વાહન અકસ્માત

હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ મનજીભાઈ દલવાડી નામના ૪૫ વર્ષના યુવાનને હળવદની મોરબી ચોકડી ખાતે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીયાણાના અંજીયાસરમાં ઘર નજીક થયેલ મારામારીમાં ઇજા થતા કરીમ કાદરભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગરના સાયલા પાસે કારમાં જતા સમયે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી જે બનાવમાં ઇજા પામેલ હરેશભાઈ ચકુભાઈ જોગડીયા (૨૯) રહે. શ્રદ્ધા પાર્ક નવલખી રોડને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.હળવદના સુંદરગઢના લાલજીભાઈ કુકાભાઈ ચરમારી (૩૨) નામનો યુવાન ચરાડવા નજીક અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.વાંકાનેર અમરસિંહજી સ્કૂલ પાસે રહેતા શ્રવણભાઈ કચરાભાઈ નામના ૫૫ વર્ષના આધેડ ઘર નજીક પડી ગયા હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.




Latest News