મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે
મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવેલ જુદી-જુદી પાંચ ગ્રામ પંચાયતોમાં ૬૩.૧૬ લાખના રોડના કામો પૂર્ણ
SHARE
મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવેલ જુદી-જુદી પાંચ ગ્રામ પંચાયતોમાં ૬૩.૧૬ લાખના રોડના કામો પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાએ જણાવ્યુ છે કે, મોરબી નગર પાલિકાને તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મોરબી નગરપાલિકા અને તેની આસ-પાસના ૦૯ ગ્રામ પંચાયતોને ભેળવીને મોરબી મહાનગર પાલિકામાં રૂપાંતરીત કરવામાં આવેલ છે. જેમાં રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડીયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્ટિરાનગર, જવાહરનગર, શકત શનાળા ખામ કુલ ૦૯ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર ૦૯ ગ્રામ પંચાયતોમાં રહેલ સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી કુલ ૧૧ કામોની અંદાજીત રકમ ૨૫૯.૦૦ લાખના શરૂ કરવામાં આવેલ હતા જે પૈકી ૧૦.૧૬ લાખના ખર્ચે નાની વાવડી ખાતે સાંતી નગર સોસાયટીમાં પેવર બ્લોક નું કામ, ૧૩.૮૬ લાખના ખર્ચે ઇન્દીરાનગર ખાતે પાણીના સંપ થી દરબારની દુકાન સુધી પેવર બ્લોકનું કામ, ૧૫:૨૪ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિર થી ઘુંટુ રોડ સુધી પેવર બ્લોકનું કામ, ૧૫.૦૧ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં મેલડીમાના મંદિરથી ઘંટ રોડ સુધી પેવર બ્લોકનું કામ, ૮.૮૯ લાખના ખર્ચે ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ મોહનભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી પેવર બ્લોકનું કામ આમ કુલ ૫ કામો પૂર્ણ કરવામાં આવેલ છે









