મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવેલ જુદી-જુદી પાંચ ગ્રામ પંચાયતોમાં ૬૩.૧૬ લાખના રોડના કામો પૂર્ણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન
SHARE
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય અર્થતંત્રની ઉન્નતિ અને ઉદ્યોગ જગત સાથે સકારાત્મક સંવાદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારતીય અર્થતંત્રના વિકાસમાં ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વૈશ્વિક સ્તરે ઉદ્યોગ જગતમાં મોરબીની આગવી ઓળખ છે, જે સમગ્ર ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ભારતની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગપતિઓ સાથે આધુનિક વિષયોને આધારે વિચારવિમર્શ જરૂરી બન્યો છે. આ હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબીના ખમીરવંતા ઉદ્યોગપતિઓ સાથે Business Conclave કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪૦ થી વધુ ઉદ્યોગપતિઓ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય આધ્યાત્મિક ચિંતન, ભારતનું અર્થતંત્ર, અને અમેરિકામાં સંઘના કાર્યની માહિતી, જેવા મહત્વના મુદ્દાઓ પર ઉદ્યોગપતિઓની જિજ્ઞાસા સમાધાન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.









