મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા મોરબી શરૂ કરવા સિરામિક એસો.ની માંગ


SHARE











મોરબીમાં  CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા મોરબી શરૂ કરવા સિરામિક એસો.ની માંગ

મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ, થાનગઢ ની સંયુક્ત બેઠક CSIR-CGCRI, કલકત્તા સાથે યોજાયેલ હતી. જેમાં એસોસિએશનના પ્રતિનિધિઓ અને CSIR-CGCRI ના વરિષ્ટ વૈજ્ઞાનિકો સામેલ થયા હતા. ખાસ કરીને જણાવ્યુ હતુ કે, ૧૯૪૦ માં CSIR (કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) અને CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ની સ્થાપના કલકતા ખાતે કરવા માં આવી હતી. જેતે વખતે કલકત્તામાં ખાણ ખનીજ અને ગ્લાસ તથા સિરામિક ઉત્પાદન નુ મુખ્ય મથક હોય કલકતા ખાતે સંસ્થા નો આરંભ કરવામાં આવેલ હતો. 

હાલમાં આ સંસ્થામાં ચેરમેનની જવાબદારી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત સિરામિક ક્લસ્ટરને મદદરુપ થવા માટે CSIR-CGCRI, નરોડા સેન્ટરની સ્થાપના ૧૯૭૭ માં ગુજરાત ખાતે આસપાસના વિસ્તારોમાં નાના અને મધ્યમ ક્ષેત્રોમાં સિરામિક ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ સિરામિક કાચા માલનું મૂલ્યાંકન અને ઉપયોગ તથા સિરામિક અને સંલગ્ન ઉદ્યોગોને પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરવી, પરંપરાગત સફેદ માટી ના વાસણોના સિરામિક્સનો વિકાસ કરવો, પ્રાયોજિત સંશોધન અને ટેકનોલોજીનું ટ્રાન્સફર હાથ ધરવું, તદ ઉપરાંત ગુણવત્તા, ઉત્પાદકતા, ખર્ચ ઘટાડા, આયાત અવેજી અને નિકાસ પ્રોત્સાહનમાં સુધારો કરવા માટે સિરામિક ઉદ્યોગોને તકનીકી સહાય કરવી, સિરામિક ઉદ્યોગમાં માનવશક્તિ વિકાસ માટે કર્મચારીઓને તાલીમ આપવી, ઉદ્યોગને સલાહ સેવાઓ પ્રદાન કરવી, ગ્રામીણ માટીકામમાં સુધારો અને ઉત્પાદન શ્રેણીમાં વૈવિધ્યકરણ માટે ટેકનોલોજીનો વિકાસ કરવો,  ટાઈલ્સ, સેનિટરી વેર વગેરે જેવા પરંપરાગત સિરામિક ઉત્પાદનોની ગુણવત્તા સુધારણા માટે ટેકનોલોજી વિકાસ કરવો, સામાજિક લાભ માટે પરંપરાગત સિરામિક્સમાં ગ્રામીણ કારીગરોના તાલિમ આપવી,   SME ક્ષેત્રો માટે ઉદ્યોગ ના વિકાસ પ્રવૃત્તિ હાથ ધરવી, પરંપરાગત સિરામિક્સના ઉત્પાદન માટે ઔદ્યોગિક વેસ્ટ કચરાનો ઉપયોગ કરવા તકનીકી સલાહ અને સુચન આપવા, ઊર્જા કાર્યક્ષમ પ્રત્યાવર્તનનો વિકાસ તેમજ પરંપરાગત સિરામિક્સમાં નેનો ટેકનોલોજીના ઉપયોગમાં ભવિષ્યવાદી સંશોધન હાથ ધરવુ વિગેરે હતા.

CGCRI નરોડા સેન્ટર ટાઇલ્સ, સેનિટરીવેર, ટેબલવેર, ઇન્સ્યુલેટર, રિફ્રેક્ટરીઝ અને ભઠ્ઠી ના ફર્નિચર અને અન્ય સંલગ્ન ઉદ્યોગો જેમ કે માટી પ્રોસેસિંગ ઉદ્યોગોના ઉત્પાદકોને વ્યવહારુ સલાહ અને ટેકનિકલ મુશ્કેલીનિવારણ, પ્રક્રિયા સુધારણા, અસ્વીકાર નિયંત્રણ, ઉત્પાદન ગુણવત્તા સુધારણા, કચરાના ઉપયોગ અને ઉત્પાદકોના અંતે નવી સુવિધાઓ બનાવવા માટે નિષ્ણાત સેવાઓ પ્રદાન કરવા માટે આ સંસ્થા કાર્યરત છે. વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ દેશ નુ ૯૦% સિરામિક પ્રોડક્ટ બનાવતુ હોય અને વિશ્વનુ બીજા નંબર નુ પ્રોડક્શન હબ હોય સિરામિક ઉદ્યોગમાં આ મુજબ ની કોઇ સગવડતા નથી. આ મીટીંગ CGCRI ની પેટા શાખા મોરબી ખાતે સ્થાપવામાં આવે તેવી ભારપૂર્વક ચર્ચા અને રજુઆત કરવામાં આવી હતી. ક્લસ્ટર ને વેગવંતુ બનાવવા માટે અને વૈશ્વિક જરુરીયાત ને પહોંચી વડવા સ્કીલ અને તાલિમ કૌશલ્ય તથા રીસર્ચ અને ટ્રેનીંગ માટે આ મુજબની સંસ્થા અનિવાર્ય છે. જ્યારે ઉધોગ વૈશ્વિક લેવલે ચાઇના સાથે બાથભીડતો હોય આ મુજબ ની સંસ્થા ની જરુરીયાતએ સમય ની માંગ છે આ બાબતની ચર્ચા મીટીંગમાં થઇ હતી. આ  ચર્ચાને અંતે ડીરેક્ટર બ્રીક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યુ હતુ કે પ્રાઇમરી બેઇઝ પર આવી સંસ્થા મોરબીમાં શરુઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશુ.  મોરબીમાં શરૂઆતમાં પ્રાઇમરી બેઇઝ પર લેબ ટેસ્ટના સાધનો ફાળવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે તેવી માહિતી આપી હતી.






Latest News