મોરબીમાં CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા મોરબી શરૂ કરવા સિરામિક એસો.ની માંગ
મોરબી જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતમા માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાઈ
SHARE
મોરબી જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતમા માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે કલેકટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા, મોરબી દ્વારા અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે ગત શનિવારે તમામ તાલુકાઑમાં કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર 17 સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ વાનગીઓ બનાવી હતી જેમાં લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરાનો પ્રથમ નંબર,હેતલબેન કાંસુંદ્રા આમરણ શાળાનો દ્વીતીય નંબર,વિજયાબેન વાઘેલા કન્યા શાળા,વાંકાનેર ગીતાબેન દલવાડી લીંબાધાર શાળા હળવદ શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો. આ સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો, ઢોકળા, સરગવાના મુઠીયા, બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા,પંચ રત્ન ખીચડી, મિક્ષ કઠોળ, શિરો, ભરેલા રીગણા, પાલક મુઠીયા અળવીના પુડલા, થેપલાં પુરણ પોળી, વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 છ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા સ્પર્ધામાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સંગઠનના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ ઓચિંતી મુલાકાત લઈ કુકિંગ કોમ્પિટિશનની તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને બાળકો સાથે નીચે બેસી મધ્યાહ્નન ભોજનનો લાભ લીધો હતો,અને દુર્લભજીભાઈએ શાળાની સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી, અને તમામ મધ્યાહ્નન ભોજન સંચાલકોની કામગીરીને બિરદાવી હતી,તેમજ જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયાની ઉપસ્થિતમાં, મયુરીબેન ઉપાધ્યાય પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, પાયલબેન સોરીયા નાયબ મામલતદાર, ઉમેશભાઈ પટેલ સી.આર.સી. કો.ઓર્ડીનેટર વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ જયેશભાઇ જાની,સતિષભાઈ ગોહિલ તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા પૂર્વ પ્રમુખ,તેમજ હાલના અધ્યક્ષ બળવંતભાઈ સનારીયા,હર્ષદભાઈ ઉંટવડીયા વગેરે મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.









