મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત
મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન
SHARE
મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં હત્યા કરીને તેને સળગાવી દેવામાં આવ્યો હતો જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશની અંદર પડી રહ્યા છે ત્યારે મોરબીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મોરબીના નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેહાદી માનસિકતા ધરાવતા લોકોના પૂતળાનું દહન કર્યું હતું અને ન માત્ર બાંગ્લાદેશ પરંતુ સમગ્ર દુનિયામાં કોઈપણ જગ્યાએ હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી
થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવાનને સોશિયલ મીડિયા ઉપર હિન્દુઓનું સમર્થન કરવા બાબતે જેહાદી ટોળાએ બેફામ મારમાર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી આટલું જ નહીં પોલીસની હાજરીમાં તેને ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો હતો આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર ભારત દેશની અંદર હિન્દુઓમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે મોરબીના નગર દરવાજા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાની હેઠળ વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને જેહાદી માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ તકે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ન માત્ર બાંગ્લાદેશ પરંતુ દુનિયાના કોઈપણ દેશની અંદર હિન્દુઓ ઉપર થતા કોઈપણ પ્રકારના અત્યાચાર અટકાવવા માટે સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ વિરિધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, મોરબી જિલ્લા બજરંગ દળ અધ્યક્ષ કિરણભાઈ પંડ્યા, કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.