મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબી ધનવંત્રી ભવન ખાતે યોજાયેલ કેમ્પનો ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય પિતા ઈન્દુભાઈ, રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના સંચાલિકા-આચાર્યા માતા જયેન્દ્રબાળાબેન, ફૈબા વિદ્યાબેન (મોટાબેન ) મેહતા આ દિવંગતોની પુનિત યાદમાં ઇન્દુલાલ એચ.મહેતા પરિવાર દ્વારા ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ ખાતે ડૉ.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) ના ૨૦૦ માં કેમ્પનું આયોજન થયુ હતુ.

આ કેમ્પમાં કાંસ્ય થેરાપી સારવાર મનસુખભાઈ સરવૈયા ભાડલાવાલા તરફથી અંદાજે ૧૨૦ થી વધુ દર્દીને આપવામાં આવેલ હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ દ્વારા ૮૦ થી વધુ દર્દીઓને બ્લડ સુગર અને બીપી ચેક કરવામાં આવ્યું હતું તેમજ ઇસીજી કાઢી આપેલ હતા તથા નિષ્ણાત તબીબ દ્વારા તપાસ કરવામાં આવેલ છે. સુપ્રસિધ્ધ શશિકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ અને તેમના પત્ની મનીષાબેન દ્વારા દાંતની સારવાર તેમજ જાલંધર આયર્વેદિક પદ્ધતિથી ૩૦ કરતા વધુ કાઢી આપવામાં આવેલ હતા. અને ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખની તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી અને કુલ મળીને ૫૦૦ થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધે લહતો. આ કેમ્પ આયુર્વેદના પ્રમુખ બીપીનભાઈ લહેરુ દ્વારા ડો. હસ્તલેખાબેન તેમજ તેમની ટીમને પ્રોત્સાહિત કરેલ હતા.




Latest News