મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન


SHARE









મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન

મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરુ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી) દ્વારા શ્રોતાઓને ભાગવત કથાનું  સંગીત મય શૈલીમા રસપાન  કરાવવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથા તા 23 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 29 સુધી કથા ચાલુ રહેવાની છે અને દરરોજ બપોરે 2 થી 6 વાગ્યે સુધી કથા ચાલુ રહેશે આ કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી  મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્વાન ભુદવો દ્વારા દરરોજ મહાપુજા મહાયજ્ઞનો સવારે 8:00 થી 11:30 સુધી ચાલે છે અને 108 રાદલ માતાજીના લોટાનું અયોજન કર્યું છે આ કથામાં સંતો મહંતો, અનેક આગેવાનો આવ્યા હતા જેથી ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા માટે મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે




Latest News