મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં શ્રી સોની બજાર સંઘમાં મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રાનું આજે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. અને મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા

મોરબી શ્રી સોની બજાર સંઘ દ્વારા મોરબીમાં રહેતા વિધિબેન અશ્વિનભાઈ મહેતા કે જેઓ લીંબડી અજરામર સંપ્રદાયમાં આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ લીંબડી ખાતે દીક્ષિત થવાના છે. તેમના સંયમની અનુમોદનમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સમસ્ત જન સંઘોના ભાવિકો જોડાયા હતા મોરબીમાં આજે નેહરૂગેટ ચોકથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને ગ્રીનચોક થઈને સોની બજાર ઉપાશ્રય ખાતે વાંજતે ગાજતે ધર્મનાથ મિત્ર મંડળના બેન્ડના સથવારે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મસભામાં પૂજ્ય મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. અને મોરબીના વિવિધ સંઘો અને મંડળોએ મુમુક્ષુ વિધિબેનનું સન્માન કર્યું હતું અને મુમુક્ષુ વિધિબેનએ પોતાના ભાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે “આ પાપમય સંસાર છોડી હું શ્રમણ ક્યારે બનવું ??” આ કાર્યક્રમના અંતમાં સોની બજાર તરફથી આવેલા તમામ શ્રાવક-શ્રાવીકો માટે નવકારશી તેમજ સ્થાનકવાસી જૈન યુવક મંડળ તરફથી પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું




Latest News