મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોઠી પીએચસીના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું


SHARE







મોરબી જીલ્લામાં કોઠી પીએચસીના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના કોઠી પી.એચ સી ના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૮૯.૬૧ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટુંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપલબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુસંધાને  આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેથી ડીડીઓ નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ્ને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News