મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સોમવારથી ત્રિદિવસીય સરદાર કથાનું આયોજન


SHARE









મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સોમવારથી ત્રિદિવસીય સરદાર કથાનું આયોજન

સામાન્ય રીતે આપણે ધાર્મિક કથાઓ જેવી કે રામકથા, ભાગવત કથાનું શ્રવણ કરતા હોઈએ છીએ, પરંતુ મોરબીના આંગણે અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત "સરદાર કથા" નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આગામી તારીખ ૫, ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કન્યા છાત્રાલય ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન આ સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જાણીતા વક્તા શૈલેષ સગપરિયા શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને સરદાર સાહેબના દ્રઢ મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે. આ 'કથા'માં કોઈ ચમત્કારની  નહિ, પણ સરદાર સાહેબના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો થશે. આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે, ત્યારે આ કાર્યક્રમ સમાજમાં નવી ચેતનાના બીજ રોપવાનો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજક નિર્શિવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા ગોપાલભાઈ ચમારડી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ રાષ્ટ્રવંદનાનો અવસર છે. જેથી મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને 'સરદાર કથા' નો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News