મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉમંગભેર ટંકારાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરાઈ
મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસતાક પર્વની નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
SHARE
મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસતાક પર્વની નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
સમગ્ર ભારતદેશમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી શહેર કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી અને નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને સલામી આપવામાં આવી હતી
મોરબી શહેર કક્ષાએ મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૭ માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા નાયબ કલેક્ટર ઉમંગ પટેલના હસ્તે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાવ્યો હતો ત્યાર બાદ સલામી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને આ તકે સાથે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમના હોદેદારો તેમજ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અને સામાજિક આગેવાનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પાસે પણ તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતને સાચા અર્થમાં લોકશાહી બનાવનાર દિવસ અને પ્રજાના હાથમાં સત્તા અપાવનાર દિવસ એટલે પ્રજાસત્તાક દિવસની સહુ કોઈએ આન બાન અને શાન થી ઉજવણી કરવી જોઈએ. અને બંધારણે આપણને હક આપ્યા છે. તેને સમજીને હક્ક માટે જાગૃત બનવું જોઈએ.









