મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો
મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા
SHARE
મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા
મોરબીમાં વર્ષ 2021 માં નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેના દીકરાની તેના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાયેલ હતી અને તે કેસ મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ અને ફરિયાદીના વકીલે રજૂ કરેલા આધાર પુરાવા અને કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે ચારેય આરોપીને આજીવન કેદની સજા અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ મોટલાણીની ગત તા. 16/9/21 ના રોજ મોડી રાત્રીના સમયે તેના જ ઘામાં ઘૂસીને છરી અને ઘારીયાના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહિમભાઈ સુમરા સામે ફરિયાદ કરી હતી
જે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના પતિ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને દીકરો ઈમ્તિયાઝ ફારૂકભાઈ મોટલાણી તેઓના ઘર પાસે હતા ત્યારે આરોપી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહિમભાઈ સુમરા તેઓના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીના પતિ અને તેના દીકરા સાથે નગરપાલિકાની ચુંટણીના મનદુખનો ખાર રાખીને માથાકૂટ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા. જેથી તે બંનેનું મોત નીપજયું હતું.
આ ગુનામાં પોલીસે આરોપી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહિમભાઈ સુમરા નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી એડીશનલ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ ફરિયાદીના વકીલ વી.એચ.કનારા દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલા આધાર પુરાવા તેમજ કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે ચારેય આરોપી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી રહે. ત્રણેય મદીના સોસાયટી મોરબી અને આસિફ રહિમભાઈ સુમરા રહે. સનરાજ પાર્ક વીસીપરા મોરબી વાળાને આજીવન કેદની સજા ફટકારી છે. અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.