મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

ટંકારા લતીપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધેલ વૃદ્ધાનું મોત


SHARE







 

ટંકારા લતીપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટ લીધેલ વૃદ્ધાનું મોત

ટંકારા લતીપર રોડ ઉપર આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે ચાલીને જઇ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેઓને શરીરે નાનીમોટી ઇજાઓ થવાના કારણે તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ અજાણ્યા વાહનચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જાંબુવા જિલ્લાના રાણપુર તાલુકાના મોરકુંડીયા ગામના રહેવાસી અને હાલમાં જામનગર જિલ્લાના લાલપુર ગામે હીરાભાઈ પટેલ ની વાડીએ કામ કરતાં કૈલાશભાઈ લીંબાભાઇ ભુરીયા (ઉમર ૩૭) એ હાલમાં અજાણ્યા વાહનચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારા લતીપર રોડ ઉપર હોન્ડા શો રૂમની સામેના ભાગમાં આવેલ તાલુકા પંચાયતની કચેરી પાસેથી તેઓના માતા મીનાબેન લીંબાભાઇ ભુરીયા પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને મોઢામાં અને ખભામાં તેમજ શરીરે નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેની માતાનું મૃત્યુ નીપજયું હતું હાલમાં મૃતક મહિલાના દીકરા કૈલાશભાઈ ભુરીયા એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના કંડલા બાયપાસ દલવાડી હોટલ નજીક મચ્છુનગર વિસ્તારમાં રહેતા મનોજ જેન્તીભાઈ દેવીપુજક નામના ૩૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર માથામાં ઈજાગ્રસ્ત હાલતમાં અહીં સિવીલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.એ ડિવિઝન પોલીસ મથકના હમિરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના લીલાપર રોડ નજીક રહેતા શક્તિરાજ ધનજીભાઇ મકવાણા નામના ૧૪ વર્ષીય બાળકને તેના ઘરની પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.

તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામના બગીચા પાસેથી એક આશરે ૫૦ વર્ષીય અજાણી મહિલાને ૧૦૮ દ્રારા બેભાન હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહીલે પ્રાથમિક તપાસ કરી હતી અનો બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય તે અંગે વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે.

 





Latest News