મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

ગુનો કેમ ન નોંધાયો..? : હળવદ દેવું વધી જતાં આંગળિયા પેઢીના કર્મચારીએ કર્યું હતું ૪૦ લાખની ચીલઝડપનું નાટક


SHARE







 

ગુનો કેમ ન નોંધાયો..? : હળવદ દેવું વધી જતાં આંગળિયા પેઢીના કર્મચારીએ કર્યું હતું ૪૦ લાખની ચીલઝડપનું નાટક

હળવદ શહેરમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે કહીને ગઠીયો ૪૦ લાખ રૂપિયા ઉઠાવી ગયો છે તેવી જાણ હળવદ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં આંગડીયા પેઢીનો કર્મચારી જ પોલીસ સામે "પોપટ" બની ગયો છે અને તેના ઉપર દેવું વધી ગયું હોથી તેણે ચીલઝડપનું નાટક કર્યું હોવાની તેને કબૂલાત આપેલ છે. જોકે પાંચ કલાકથી વધુ કલાક સુધી સમગ્ર જિલ્લાની પોલીસને "મૂર્ખ" બનાવીને નાકાબંધી કરાવનાર ઈસમ વિરુદ્ધ પોલીસે કેમ જાત ફરિયાદી બનીને પોલીસને ગુમરાહ કરવા અંગે ગુનો ન નોંધ્યો..? તે પણ એક તપાસનો વિષય છે. તેમજ જે આંગડીયા પેઢી છે તે પેઢીના માલિકે પણ પોતાના કર્મચારી સામે છેતરપિંડી કરવાની કોશીસ કર્યા અંગેની પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ તપાસનો વિષય છે.જો કે તે થશે ખરી..?

મોરબી જીલ્લાના વાંકાનેરમાં જિનના ભાગીદારોની કાર ઉપર પથ્થરમારો કર્યા બાદ તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી તે બનાવની શાહી હજુ સુકાઇ ન હતી ત્યાં હળવદ શહેરની મધ્યમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં પીએમ આંગડીયા કર્મચારીને કારમાંથી ઓઇલ નીકળે છે તેવું કહીને ગઠિયો પીએમ આંગળિયા પેઢીના કર્મચારીની કારમાંથી રોકડા ૪૦ લાખ રૂપિયા લઇ ગયો છે તેવી ભોગ બનેલા કર્મચારી અમરગીરી ગોસ્વામીએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને હળવદના પીઆઇ સહિતનો કાફલો અને એલસીબિની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને પીએમ આંગળિયા પેઢીનો કર્મચારી જ પહેલાથી શંકાના દાયરામાં હોવાથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેથી કરીને તે પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને તેને પોતાના ઉપર દેવું વધી ગયું હોવાથી ચીલઝડપનું નાટક કર્યું હોવાની પોલીસને કબુલાત આપેલ છે.જોકે ચકચાર મચાવનાર આ લુંટના તરકટમાં પોલિસને ગુમરાહ કરવામાં આવી હોવા છતાં પોલીસે આંગળિયા પેઢીના કર્મચારી સામે ગુનો નોંધીવાની કાર્યાવહી કેમ ન કરી તેમજ પેઢીના માલીકે પણ તેમા કર્મચારી કે જે પેઢીને ૪૦ લાખનો ચુનો લગાવવાનો હતો તેની સામે છેતરપીંડીની કોશીસ અન્વયે ગુનો કેમ ન નોંધાવ્યો તે સવાલ છે.






Latest News