મોરબીના બેલા ગામ નજીક મહિલાના કપડા પહેરેલ યુવાનનું વાહન અકસ્માતમાં મોત
SHARE
મોરબીના બેલા ગામ નજીક મહિલાના કપડા પહેરેલ યુવાનનું વાહન અકસ્માતમાં મોત
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મૂળ વડોદરાના યુવાનનું મોત નીપજયું હતું જોકે મૃતક વ્યંગઢળ હોવાની વાત બાદ મૃતક યુવાને સ્ત્રીના કપડા પહેર્યા હોય તેના ડેડબોડીને પીએમ માટે ખસેડીને મૃતક યુવાનના સગા વ્હાલાઓને બનાવની જાણ કરતા મૃતકના પિતાએ અજાણ્યા વાહન ચાલકની સામે ફરીયાદ નોંધવત ગુનો નોંધીને તાલુકા પોલીસ દ્રારા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ પાસે આવેલ ખોખરા હનુમાનઘામ મંદિર નજીક પોલો સર્કલની પાસે ગઈકાલે તા.૨૧ ના બપોરે બારેક વાગ્યાના અરસા દરમ્યાન અજાણ્યા વાહનના ચાલક દ્વારા યુવાને હડફેટે લેવામાં આવ્યો હતો.વાહન અકસ્માતના બનાવમાં સંતકુમાર સત્યેન્દ્રસિંગ રાજપૂત (ઉમર ૧૭) મૂળ રહે.જુની જુથરડી સાધલી રોડ તાલુકો કરજણ જી.વડોદરા વાળાનું મોત નીપજયું હતું.જોકે ભેદ ભરમ સર્જાવતી વાત એ હતી કે મૃતક યુવકે સ્ત્રીપાત્રના કપડાં પહેરેલા હોય પ્રથમ તો અકસ્માતમાં વ્યંગઢળનું મોત થયું હોવાની વાત સાથે મુતદેહને અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જો કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અને મૃતકની અંગ ઝડતી દરમિયાન મળેલ આધારકાર્ડ-મોબાઇલમાંથી મળેલ માહિતીમાંથી તપાસ કરતાં મૃતક સંતકુમાર સત્યેન્દ્રસિંહ રાજપૂત મૂળ વડોદરાના કરજણના જુની જીથરડી ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતુ.
મૃતકના પરિવારજનો મળી આવતા મૃતક સંતકુમાર રાજપુત છેલ્લા છએક માસથી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો કારણ કે તે લગ્ન કરવા ઇચ્છતો ન હતો.કારણકે છેલ્લા ઘણા સમયથી તેને પોતાને સ્ત્રીપાત્ર જેવો અહેસાસ થતો હોય અને તે માટે લગ્ન કરવા ઇચ્છતો ન હોય તે તેના ઘરેથી છએક મહિના પહેલાં નિકળી ગયો હતો અને ત્યારબાદ તે અહીંતહીં ભટકયા બાદ હાલ મોરબી હતો દરમિયાનમાં તેનું ગઇકાલના વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું છે હાલ અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહનચાલક સામે મૃતકના પિતા સત્યેન્દ્રસિંહ શિવનાથસિંહ રાજપૂત (૪૯) રહે.જુની જુથરડી તા.કરજણ જી.વડોદરા વાળાએ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વી.બી.પીઠીયાએ અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહનચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના પીપળી ગામે રહેતા કૈલાષબેન મનોજભાઈ અગોલા નામની ૩૬ વર્ષીય મહિલા પતિ સાથે મોટર સાયકલમાં મહેન્દ્રનગર તરફથી ઘુંટું તરફ જતા હતા ત્યારે તેમના મોટર સાયકલની આડે રસ્તામાં એક મહિલા અચાનક આડી ઉતરતા તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત કૈલાષબેન અગોલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જયારે મોરબીના ઘૂંટુ ગામે હરિઓમ સોસાયટીમાં રહેતા પિન્ટુભાઈ સોમાભાઈ રાવલ નામનો ૨૦ વર્ષીય યુવાન પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.
આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ કેશાભાઈ મકવાણા નામના પચાસ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં પંચાસર ચોકડી નજીક બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત દેવજીભાઈ મકવાણાને અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા લીલુબેન વિનુભાઈ ખોરાણી નામના પચાસ વર્ષીય આધેડ મહિલા ઘરે થી ચોટીલા જતા હતા ત્યારે તેમના બાઈક આડે કુતરુ ઉતરતા બાઈક અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજા થતાં લીલુબેન ને પણ સારવારમાં મોરબી આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.









