વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા  શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તેમજ શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવા, શિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ તેઓના જૂના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને આવતા સોમવારે બપોરે બે કલાકે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધારણા કરવાં આવશે

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હેઠળ આવતા તાલુકા સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના વિના વિલંબે ચાલુ કરવી, જુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવા, રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવી, તા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવી, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા, બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા, કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી કરીને આવતા સોમવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો માટે ધરણાં યોજીની આવેદનપત્ર આપવામાં આવશે 




Latest News