મોરબી નજીક કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળ્યા બાદ ગુનો નોધાયો
મોરબીમાં રોટરી કલબ-યુવા આર્મી ગ્રુપના ધમાલ ગલ્લીના આયોજનને મંત્રી બ્રિજેશભાઇએ બિરદાવ્યું
SHARE
મોરબીમાં રોટરી કલબ-યુવા આર્મી ગ્રુપના ધમાલ ગલ્લીના આયોજનને મંત્રી બ્રિજેશભાઇએ બિરદાવ્યું
આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે મોરબીમાં રોટરી કલબ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા ધમાલ ગલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા અબાલ વૃદ્ધ સહિતના મોટી સંખ્યામાં આવ્યા હતા અને દોરડા કુદ, ટાયર ફેરવવા, કેરમ, ખોખો, ભમરડા, લખોટી સહિતની જુદી - જુદી અનેક રમતો રમવાની મજા માણી હતી
મોરબીમાં લોક જાગૃતિના કાર્યોમાં હર હમેશ મોખરે રહેતા રોટરી કલબ અને યુવા આર્મી ગ્રુપ આજથી શનાળા રોડ પર આવેલ જીઆઈડીસીના રોડ પર ધમાલ ગલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક ટી.ડી.પટેલ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને સવારે ૭.૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી બાળકોથી માંડી અબાલ વૃધ્ધ સૌ કોઈ વર્ષો પહેલા શેરીઓમાં રમતી રમત રમી હતી અને આ રમતોમાં લખોટી, ટાયર ફેર, દોરડા ખેચ, દોરડા કુદ, સ્કેટિંગ, કરાટે, લાઈવ સ્કેચ, સાપસીડી, કોથળા દોડ, સહિતની રમતોનો સમાવેશ થાય છે અને આ રરમતો રમવા માટે અને માણવા માટે મોરબીના જુદાજુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, શેરીઓમાં રમતી જુની રમતોમાં બાળપણની જે મજા અને નિજાનંદ રહેલો છે તે આજે મોબાઇલ ગેમ્સના કારણે બાળકો માણી શકતા નથી ત્યારે રાજકોટમાં જે રીતે વર્ષોથી ફનસ્ટ્રીટનું આયોજન થાય છે તેવી જ રીતે મોરબીમાં પણ રોટરી કલબ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પણ બિરદાવયુ હતું અને તેઓને પણ આજે તેનું નાનપણ યાદ આવી ગયું હતું તેવી લાગણી વ્યક્ત કરી હતી