મોરબીમાં રોટરી કલબ-યુવા આર્મી ગ્રુપના ધમાલ ગલ્લીના આયોજનને મંત્રી બ્રિજેશભાઇએ બિરદાવ્યું
મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો
SHARE
મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો
મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવામા આવે છે ત્યારે મંડળના અગ્રણીઓ વાસંતીબેન પટેલ, કુંવરબેન જારીયા, અંજનાબા ગઢવી, લતાબેન મજીઠીયા, હર્ષાબેન સેજપાલ, હેમલતાબેન કાનાબાર, જયશ્રી બેન કારીયા, વનીતાબેન વાણંદ, મીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજનમા મળેલ રકમનો સદુપયોગ કરવાનો નિર્ધારીત કરવામા આવ્યો હતો અને ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ભજન અને ભોજનનો સુભગ સમન્વય સાધ્યો હતો. લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અનોખા સેવાયજ્ઞમા સહયોગ આપી સમાજને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, નરેશભાઈ ઠક્કર, જયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળના બહેનોને અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.