વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા
મોરબી નજીક કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળ્યા બાદ ગુનો નોધાયો
SHARE
મોરબી નજીક ચરાડવા પાસે કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળ્યા બાદ ગુનો નોધાયો
મોરબી જીલ્લામાં ચરાડવા પાસે આવેલ કેનાલમાથી હત્યા કરીને સગલવેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલિસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને મૃતકની ઓળખ મેળવવા માટે અને લાશને ફેંકી જનારા શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ અંગે હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે
હળવદના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાનની હત્યા કરીને સળગાવેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતક યુવકની ઓળખ મેળવવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતો વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીકવામાં આવેલ છે જેથી કરીને અન્ય કોઈ જગ્યાએ આ અજાણ્યા યુવાનની હત્યા કરીને તેની લાશનો નિકાલ કરવા માટે તેની લાશને કેનાલમાં સળગાવવામાં આવી હોય તેવી શક્યતા દેખાઈ રહી છે
હળવદના પીએસઆઈ આર.બી. ટાપરિયા હાલમાં અજાણ્યો ઇશમ સામે કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા જાતે આદિવાસી (ઉ.૩૬) રહે. હાલ ચરાડવા પેટ્રોલ પંપ પાછળ વાળાની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મરણજનાર કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની કોઈ અજાણ્યા ઈશમે કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથીયારથી માથામા, કપાળ, આંખની વચ્ચે, ડાબી બાજુના ગાલના ભાગે, વાસામાં તથા જમણા ખંભા ઉપર ઘા મારી જીવલેણ ઈજા કરી હતી અને બાદમાં મરણજનારને સળગાવેલ છે જેથી હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે