મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી બાઈકની ચોરી
મોરબી નજીકની પીપળીયા ચોકડી પાસે ચાની હોટલ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કોઈ અજાણ્યા શખ્સ દ્વાર કરવામાં આવી છે જેથી કરીને હાલમાં યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા હિતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા (ઉમર ૪૩) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે તેના બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તારીખ ૧૨/૬ ના રોજ તેઓએ સાડા અગિયાર વાગ્યાના અરસામાં પીપળીયા ચોકડી પાસે આવેલ વડવાળા ચાની હોટલ પાસે પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એમ ૦૫૨૫ પાર્ક કરીને મૂક્યું હતું જેને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને તેઓએ બાઈક ચોરીની મોરબી તાલુકા સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે