વાંકાનેરના જોધપર ખારી પાસે સર્જાયેલા અકસ્માતમાં સીએનજી રીક્ષાના ચાલકની સામે નોંધાયો ગુનો
મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ
SHARE
મોરબીના નવા જાંબુડીયા ગામે માતાની હત્યા કરનાર પિતાની સામે દીકરાએ નોંધાવી ફરિયાદ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ગાળા, માથા અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા જેથી કરીને ઈજા પામેલ આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યાના બનાવમાં મૃતક મહિલાના દીકરની ફરિયાદ લઈને પત્નીની હત્યા કરનાર આરોપી પતિસામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પતિએ તેની પત્નીને કુહાડીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી નાખી હતી જેથી કરીને મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે ફરિયાદી યુવાનની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા હંસરાજભાઈ અને માતા મંજુબેન વચ્ચે અણબનાવ હોવાથી તેઓ અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, મંજુબેન ત્યાં કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ કુહાડીના ઘા મારીને હત્યા કરેલ છે
આ બનાવમાં આરોપીએ ગળા, માથા અને હાથના ભાગે તેની પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા હતા જેથી મંજુબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ અને મંજુબેનની હત્યા કરેલી લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને તેના પિતાની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને મહિલાની હત્યા કરનાર આરોપી પતિ હંસરાજભાઈ મોહનભાઈ પોલીસની હાથવેંતમાં જ હોવાનું સામે આવ્યું છે