લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર


SHARE





મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી હતી જેથી વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ માટે ત્રણ કારખાનેદારોએ દાવેદારી કરી હતી જેથી આજે વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદે માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા 100 ટકા મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા 79 મત સાથે નરેન્દ્રભાઈ સંઘાતનો વિજય થયો છે. અને તેઓએ આગામી સમયમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતાં શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો છે તેને ઉકેલવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી આપેલ છે.

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા બે ટર્મ એટ્લે કે ચાર વર્ષથી કાર્યરત હતા અને આગામી તા 31 માર્ચના રોજ તેઓની ટર્મ પૂરી થઈ રહી હતી જેથી કરીને નવા પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી કરીને વોલ ટાઇલ્સ એસો. ના સભ્યોમાંથી ત્રણ કારખાનેદારો દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણીમાં મત મળે તેના માટે ઉમેદવારો તેમજ તેઓના સમર્થકો દ્વારા રૂબરૂ, સોશયલ મીડિયાથી તેમજ ફોન કરીને પ્રચાર કરવામાં આવ્યો હતો અને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પ્રમુખ પદ માટે તા 21 ના રોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદના ઉમેદવાર કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરા હતા અને સિરામિક વોલ ટાઇલ્સનું કારખાનું ધારવતા હોય તેવા 161 સભ્યોએ મતદાન કરવાનું હતું અને આ ચુંટણીમાં નિયત સમય મર્યાદામાં બેલેટ પેપરથી મતદારો દ્વારા 100 ટકા મતદાન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ સંઘાતને 79, કાંતિભાઈ સીતાપરા 53 અને કેવલભાઈ સંઘાણી 29 મત મળ્યા હતા. જેથી કરીને ચૂંટણી અધિકારી મણિભાઈ દ્વારા નરેન્દ્રભાઈ સંઘાતને વિજેતા જાહેર કરીને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ જાહેર કર્યા હતા ત્યારે સિરામિક એસો.ના હૉલ ખાતે હાજર રહેલા તમામ ઉદ્યોગકારોએ નવા પ્રમુખને આવકાર્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ સંઘાતે પત્રકારોને જણાવ્યુ હતું કે આગામી સમયમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતાં શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો છે તેને ઉકેલવા માટેના કામને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ સિરામિક ટ્રેડને વધુમાં વધુ ફાયદો થાય તેવી કામગીરી તેઓ અન્ય ડિવિઝનના પ્રમુખો તથા ઉદ્યોગકારોને સાથે રાખીને કરશે.




Latest News