લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો


SHARE





મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો

મોરબીમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાયએ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી પહેલરૂપે કરીને મહિલા લીડરશીપ કોન્કલેવનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા મહિલા તજજ્ઞોએ નારી શક્તિ ધારે તો દેશ, સમાજ અને કુટુંબ માટે શુ કરી શકે તેના માટે પ્રેરણાદાયી ઉદાહરણો આપ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

મોરબીમાં યોજાયેલ મહિલા લીડરશીપ કોન્કલેવનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નહિ બીજાના ભલામાં જ આપણું ભલું હોવાંની ભાવનાને ચરિતાર્થ કરવા સતત સક્રિય કાર્ય કરતી મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને નેતૃત્વ ક્ષમતાનો પરસ્પર વિનિમય થકી સમાજમાં સકારાત્મક પરિવર્તનની દિશા નિર્ધારિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૧૦ જેટલી વિવિધ સંસ્થાઓની બહેનો જોડાઈ હતી. આ તકે હેમાબેન પટેલ, અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ, વંદનાબેન સરડવા, અવની ભોરણીયા અને જલ્પાબેન ત્રિવેદી સહિતના મહિલા આગેવાનોએ પોતાના વિચારો તથા અનુભવો રજૂ કર્યા હતા. તો યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માત્ર એક નારો કે કાર્યક્રમ સુધી સીમિત બાબત નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક મજબૂત આધાર છે. અને આ કાર્યક્રમ થકી મહિલાઓને એક સશક્ત મંચ મળ્યું છે.




Latest News