લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ


SHARE





સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી અને પદાધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગજેન્દ્રભાઈ સક્સેના (મોરબી જિલ્લા ભાજપ પ્રભારી), જયંતીભાઈ રાજકોટિયા (જિલ્લા ભાજપ પ્રમુખ), કેસરીસિંહ ઝાલા (રાજ્યસભા સાંસદ), ચંદુભાઈ સિહોરા (સાંસદ), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય), પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી), હંસાબેન પારેઘી (પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત), પ્રશાંતભાઈ વાળા (અગ્રણી નેતા), ⁠નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે, ચતુરભાઇ મકવાણા (મહામંત્રીઓ), રાઘવજીભાઇ ગડારા (પુર્વ પ્રમુખ જિલ્લા ભાજપ) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં ચૂંટણીલક્ષી માળખું જેમાં જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને પંચાયત બેઠકો પર સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જનસંપર્ક અભિયાનમાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી જનમત કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યકર સંમેલનમાં આગામી દિવસોમાં વિવિધ સ્તરે કાર્યકર સંમેલનો યોજી ચૂંટણીલક્ષી જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે.તે મુખ્ય બાબતોના ચર્ચા કરવામાં આવી હતી.બેઠકના અંતે જિલ્લા પ્રમુખ અને પ્રભારી દ્વારા તમામ હોદ્દેદારોને એકજુથ થઈને 'પેજ સમિતિ' થી લઈ 'બૂથ સ્તર' સુધીની કામગીરીમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.




Latest News