લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ


SHARE





મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ

હાલમાં લીલાપર ગામથી બોરીયાપાટી બજરંગ સર્કલ સુધી કેનાલની બીજી બાજુએ નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે.જેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી.જેથી સ્થાનીક લોકોએ મહાપાલીકાના કમીશ્નરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.

બોરીયા પાટી નજીક રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે રજૂઆતમાં જણાવ્યું છેકે, આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી આવે છે.જે અત્યાર સુધી કેનાલ મારફતે નિકાલ થઈ જતો હતો.પરંતુ હવે જ્યારે નવો રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.ત્યારે આવનાર ચોમાસાની ઋતુમાં આ વરસાદી પાણીનો નિકાલ કેનાલ મારફતે થઈ શકશે નહી. અને હાલમાં જે નવો રોડ બનાવવાનો ચાલુ છે.તેમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવતી ! તો આવા સંજોગોમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય એમ છે.જેથી લોક સુખાકારી માટે તેઓએ વિનંતી કરેલ છેકે આ લીલાપર કેનાલ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે.જેથી કરીને ભવિષ્યમાં આ વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય.




Latest News