મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર


SHARE







મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર

મોરબીથી સિરામિક ટાઇલ્સ ભરીને જે કન્ટેનર મોકલાવવામાં આવ્યા હતા તેમાંથી 1500 જેટલા કન્ટેનરો મોરબીના સિરામિક કારખાનેદારોને પાછા આવ્યા છે ત્યારે કન્ટેનર ઉપર લગાવવામાં આવેલ ડેમરેજ અને સરચાર્જના કારણે પ્રત્યેક કારખાનેદારને લાખો રૂપિયાનો ખર્ચ થયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને કારખાનેદારોને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર મળી શકે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેનાથી મોરબીના ઉદ્યોગકરોને હાલમાં થયેલા નુકસાન સામે થોડી રાહત મળે તેવી શક્યતાઓ છે જો કે, યુએસ સહિતના દેશોમાં કન્ટેનરના ભાડા અને સરચાર્જના લીધે વેપાર ઠપ્પ થઈ ગયો છે જેથી ભવિષ્યમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવવું પડે તો નવાઈ નથી.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનાઓમાંથી 450 જેટલા કારખાના ગેસના ભાવના કારણે બંધ થઈ ગયા છે અને આ કારખાનાઓ જ્યારે ધમધમતા હતા ત્યારે પોતાના કારખાનાની અંદર ગેસનો ઉપયોગ કરીને સીરામીકની પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હતું તેને મિડલીસ્ટ અને અન્ય દેશોમાં મોકલવા માટે થઈને કન્ટેનર ભરી ભરીને માલ મોકલાવ્યો હતો જો કે, મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપરથી તેમજ દરિયાઈ માર્ગ ઉપરથી 1500 જેટલા કન્ટેનરો પાછા આવ્યા છે આટલું જ નહીં પરંતુ શિપિંગ લાઈન વાળાઓએ લાકડા જેવા ભાડા અને સરચાર્જ કન્ટેનર ઉપર લગાવ્યા છે જેથી ઉદ્યોગોકારોને બહુ મોટું નુકસાન થયું છે

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ અને હાલમાં ભારત સરકારના કેપેકસીએલમાં સીરામીક ડિવિઝનના ચેરમેન નિલેશભાઈ જેતપરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે મોરબીથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ કન્ટેનરમાં ભરીને કન્ટેનરો મોકલવામાં આવ્યા હતા તેમાંથી અંદાજે 1500 જેટલા કન્ટેનર છેલ્લા દિવસોમાં પોર્ટ ઉપરથી અને દરિયાઈ માર્ગેથી પાછા આવ્યા છે આટલું જ નહીં શિપિંગ લાઇન વાળાઓએ ઉદ્યોગકારોના કન્ટેનર ઉપર 500 થી લઈને 3500 ડોલર સુધીનો સરચાર્જ લગાવ્યો છે તેમજ કન્ટેનર ઉપર લાખો રૂપિયાનો ડેમરેજ પણ લગાવવામાં આવ્યો છે.

આ અંગેની અહીના ઉદ્યોગકારોએ કેપેકસીએલ ચેરમેન તરીકે તેઓને રજૂઆત કરી હતી અને પ્રત્યેક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જેથી કરીને ઉદ્યોગકારો માટે કેપેકસીએલના ચેરમેન તરીકે નિલેષભાઈ જેતપરિયાએ ભારત સરકારના મંત્રી પિયુષ ગોયેલને રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ભારત સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને જે ઉદ્યોગકારો દ્વારા એક્સપોર્ટ કરવા માટે થઈને કન્ટેનરમાં માલ ભરીને મોકલાવ્યો હતો તેઓને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર મળે તેના માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી મોરબીથી માલને એક્સપોર્ટ કરતાં એક્સપોર્ટરોને હાલમાં થયેલ નુકસાનમાં રાહત મળી શકશે. અત્રે ઉલ્લેખની છે કે, કારખાનેદારોને 5 લાખથી લઈને 2 કરોડ સુધીના ડેમરેજ અને સરચાર્જ લાગ્યા હોવાનું ચર્ચા રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે મિડલિસ્ટમાં યુધ્ધ ચાલુ હોવાના કારણે મોરબીથી ટાઇલ્સ ભરેલા કન્ટેનનો તે બાજુ જઈ શકતા નથી આટલું જ નહીં પરંતુ યુએસ સહિતના જે દેશોમાં મોરબીથી ટાઇલ્સના કન્ટેનરો મોકલવામાં આવતા હતા તેના ઉપર પણ બ્રેક લાગી લાગેલ છે જે બાબતે મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ કે.જી.કુંડારીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મિટાલીસ્ટમાં યુધ્ધના લીધેલ સિરામિક ઉદ્યોગનો વેપાર બંધ થઈ ગયો છે અને હવે અન્ય દેશના વેપાર ઉપર પણ અસર થવા લાગી છે કેમ કે, યુએસ સહિતના અન્ય દેશોમાં મોરબીથી ટાઇલ્સના કન્ટેનરો મોકલવામાં આવતા હોય છે પરંતુ યુધ્ધ પહેલા જે ભાડું લાગતું હતું તેમ અનેક ગણો વધારો થઈ ગયો છે. અને લાકડા જેવા સરચાર્જ લગાવવામાં આવે છે. જેથી ત્યાં પણ એક્સપોર્ટનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. આમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધની અસરના ભાગરૂપે મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થયો છે એટલું જ નહીં પરંતુ એક્સપોર્ટ માર્કેટ પણ આગામી સમયમાં ગુમાવવું પડે તો નવાઈ નથી






Latest News