સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો

SHARE

સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો

મોરબીના ચિરાગભાઇ ડાહ્યાભાઈ વાંસજાળીયા (૪૪) ગત તા. ૨૦-૦૩ના રોજ સવારે લગભગ ૯:૦૦ વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પરથી નીકળી ગયા બાદ ગુમ થયાની માહિતી સામે આવી છે.જેથી પરિવારજનો અને સબંધીઓ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેવામાં સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો આધારે યુવાન જામનગર વિસ્તારમાંથી મળી આવેલ છે.

મળતી માહિતી અનુસાર, આ યુવાન તા.૨૧-૩ના રોજ બપોરે શક્તિધામ, હળવદ ખાતે જોવા મળ્યો હતો ત્યાર બાદ તેનો કોઈ પતો મળ્યો ન હતો જેના કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.આ અંગે કોઈપણ વ્યક્તિને ચિરાગભાઈ અંગે માહિતી મળે તો તાત્કાલિક હિતેશભાઈ (મો.૯૯૧૩૪ ૩૬૬૮૪), રાકેશભાઈ (મો.૯૯૭૮૨ ૯૨૪૩૫) અથવા જીજ્ઞેશભાઈ (મો.૯૯૭૮૯ ૯૩૮૦૯) નો સંપર્ક કરવાની અપીલ સાથે સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો આધારે યુવાન જામનગરમાં બસ સ્ટેશન પાસેના કોઈ વિસ્તારમાંથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને યુવાનને લેવા માટે તેના પરિવારજનોએ ત્યાં જવા માટે નીકળી ગયેલ છે.

છરી વડે હુમલો

મોરબી વીસીપરા રણછોડનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન બંસી પાન પાસે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલા કાસમભાઈ બોદુભાઈ શાહમદાર નામના ૩૦ વર્ષના યુવાનને અહીંની સીવીલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે સેવા સદન પાછળ રહેતા અમૃતાબેન બાબુભાઈ કુરિયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વીસીપરા નજીક વાહનમાંથી પડી જતા ઈજા પામ્યા હોય તેમને પણ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

નાસ્તો ફરતો આરોપી પકડ્યો

મોરબી એલસીબીના સ્ટાફે દારૂના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા ક્રિપાલસિંહ જગરામન જાખર (૪૨) રહે.રાધાકિશનપુરા જયપુર શીકર રાજસ્થાન નામના ઇસમની દારૂના ગુનામાં ધરપકડ કરી સંલગ્ન પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા પશુ અતિક્રમણના ગુનામાં નાસ્તા ફરતા અરમાન સાદીક કુરેશી (૨૫) રહે જામનગર રોડ શેઠનગર સામે સિદ્ધિ સોસાયટી રાજકોટ તેમજ અહમદઅલી રફિકભાઈ કુરેશી (૨૪) રહે.જામનગર રોડ રાજકોટની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ચંદ્રિકાબેન ભરતભાઈ બારૈયા નામના ૫૪ વર્ષીય મહિલાને ગામની પ્રાથમિક શાળા પાસેથી બાઈકમાં જતા સમયે બાઇકમાંથી પડી જતા ઈજા પામ્યા હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ હળવદના રણછોડગઢ ગામના રમેશભાઈ રામદાસ કોળી નામના ૫૭ વર્ષના આધેડને રણછોડગઢ અને કડીયાણા વચ્ચે આવેલ બાપાસીતારામ ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જયારે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા રજિયાબેન નિઝામુદ્દીન પીરઝાદા નામના ૫૦ વર્ષીય મહિલાને તરતપીરની દરગાહ ખીરસરા માળિયા ખાતે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

Latest News