મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાસંકુલમાં યોજાયેલ બિઝનેસ ટાયકુનની મંત્રી બ્રિજેશભાઈએ મુલાકાત લીધી
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે આજે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં
SHARE
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે આજે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તેમજ શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવા, શિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ તેઓના જૂના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને આવતા આજે બપોરે બે કલાકે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધારણા કરવાં આવશે
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હેઠળ આવતા તાલુકા સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના વિના વિલંબે ચાલુ કરવી, જુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવા, રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવી, તા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવી, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા, બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા, કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી કરીને આવતા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ સહિતના હોદેદારો, આગેવાનો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો માટે ધરણાં યોજીની આવેદનપત્ર આપવામાં આવશે