મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે આજે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો
SHARE
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘુંટુ નજીક આવેલ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા શખ્સે અપહરણ કરી ગયેલ હોય ભોગ બનેલી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પીઆઇએ આરોપીને ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ નજીક રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ત્રાજપર ખારી ચોરા વાળી શેરી મોરબી-૨ માં રહેતો દેવજી ગોવિંદ રાઠોડ જાતે કોળી નામનો ૨૫ વર્ષીય શખ્સ તા.૧૯ ના સાંજના ૪ થી ૭ દરમિયાનમાં અપહરણ કરી ગયેલ હોય ઘરમેળે શોધખોળ કર્યા છતાં સગીરા કે આરોપીની ભાળ ન મળતા અંતે ભોગ બનેલી સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા દેવજી ગોવિંદ રાઠોડ નામના કોળી શખ્સ સામે અપહરણની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ-૨૦૧૨ ની કલમ ૧૮ મુજબ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમ્યાન તાલુકા પીઆઈ એમ.આર.ગોઢાણિયાએ આરોપી દેવજી ગોવિંદ રાઠોડની ધરપકડ કરેલ છે.
હુમલાખોરો પકડાયા
મોરબીના જોન્સનગર લાતી પ્લોટ શેરી નં.૮ માં રહેતા એઝાઝ નુરમોહમદ જામ જાતે મિયાણા (ઉ.૨૪) એ ઇમરાન ઇકબાલ ઝેડા રહે. મોરબી, બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી રહે.વાવડી રોડ, મકબુલ મહેબુબ સંધી રહે. પંચાસર રોડ અને દશરથ દરબાર ઉર્ફે દશુભા રહે.માધાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, તેની બાબુ ઉર્ફે બાબુડો સંધિ સાથે ફોન ઉપર વાત ચાલુ હતી ત્યારે બંને મશકરી કરતા હતા અને તે સમયે બાબુએ તેને બેન સમી ગાળ આપી હતી જેથી ફોન કાપી નાખ્યો હતો અને ફરીયાદી યુવાન તેમજ તેનો મિત્ર મોહીન અને હરેશ ગઢવી મોરબીના વાવડી રોડ ઉમીયા પાર્ક પાસેથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપીઓએ તેઓને બોલાવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરીને ઇમરાન ઇકબાલ ઝેડા અને બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધીએ ગાળો આપીને ફરીયાદી યુવાન તેમજ તેના બંને મિત્રોને છરી વડે ઘા મારીને ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ફરીયાદી યુવાનના નંબર વગરના મોટર સાયકલમા તોડફોડ કરી નુકશાની કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પીએસઆઇ એચ.જે.ચાવડાએ મારામારીના ગુનામાં મકબુલ મહેબૂબ દલવાણી સંધી (૨૨) રહે.પંચાસર રોડ, એઝાઝ ઉર્ફે બાબુ રામુ સંધિ (૨૪) રહે.વાવડી રોડ અને દશરથ ઊર્ફે દશુભા વનરાજસિંહ ઝાલા દરબાર (૧૯) રહે.માધાપરની ધરપકડ કરાયેલ છે.