મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આટલું જ નહીં તેની દુકાન તથા મકાનનો અસલ દસ્તાવેજ પણ પડાવી લેવામાં આવેલ હતા જેથી યુવાને 5 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કેડ (40)એ દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા, રમેશભાઈ મનાભાઇ વાંક અને ભરતભાઈ હેમુભાઇ સોલંકી સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીએ દેવશીભાઈ વેરાણા પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે, હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે, મયુરભાઈ પાસેથી 14 લાખ 2.5 ટકાના વ્યાજે, રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકાના વ્યાજે અને ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે ફરિયાદી લખો રૂપિયા ચૂકવી દીધા હતા તો પણ તેની પાસેથી આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગાળા ગાળી કરી હતી અને હર્ષદભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમેશભાઈએ ફરિયાદીની દુકાન તથા ફરિયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબજે કરી લીધો હતો અને પાંચેય આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 5 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે પહેલા આરોપી દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા અને ભરતભાઈ હેમુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઇ એન.એ.ગઢવી અને તેના સ્ટાફ દ્વારા આરોપી મયુર ઉર્ફે ડીડી દિલીપભાઈ કલોત્રા (28) રહે. રબારીવાસ જેલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ સીદીકભાઈ સુમરા (42) નામનો યુવાન 10 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા હતો જેથી તેને ઇજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો ધામેચા લાખાભાઈ માનસિંગભાઈ (40) નામનો યુવાન મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે સ્મશાન યાત્રામાં ગયો હતો અને ત્યારથી તે પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.









