લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય


SHARE





ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય

મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની જનરલ મીટિંગ યોજાઈ હતી. જેમાં વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પર તેની અસરો અંગે વિસ્તૃત અને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં ક્લોક અને પાર્ટ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા 200 જેટલા યુનિટ્સમાંથી 185 ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.

આ મીટિંગ કલોક એન્ડ પાર્ટ્સ એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નીલેશભાઈ જેતપરિયાએ યુવા ઉદ્યોગકારોને કહ્યુ હતુ કે, મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં એક્સપોર્ટનું પ્રમાણ ઓછું છે અને નવા યુવાનો મોટા પ્રમાણમાં આ ઉધોગમાં જોડાઈ રહ્યા છે, તેમજ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આ ઉદ્યોગ અગ્રેસર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નીલેશ જેતપરિયાએ એક્સપોર્ટ ક્ષેત્રે માર્ગદર્શન આપવાની જાહેરાત કરી હતી. તેઓએ દર અઠવાડિયે 3 થી 4 કલાકનું એક સેશન, એમ કુલ 12 સેશન લઈને નવા ઉદ્યોગકારોને એક્સપોર્ટ બિઝનેસ શીખવવાની તૈયારી બતાવી હતી.

વિશ્વના કોઈપણ દેશમાં ચાલતા યુદ્ધમાં નિર્દોષ બાળકો જે મૃત્યુ પામે છે અથવા અનાથ થાય છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા કલોક એસો.ને એક અનોખી પહેલ કરી છે. આ મીટિંગમાં જમણવારમાં કોઈ પણ પ્રકારની મીઠાઈ રાખવામાં આવી ન હતી અને મૃતક બાળકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કલોક એસો. દ્વારા ગુજરાત અને ભારતના તમામ એસોસિએશનોને પણ અપીલ કરવામાં આવી છે કે વર્તમાન સ્થિતિને જોતા કાર્યક્રમોમાં મૃતકોની આત્મશાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે અને આ ઉપરાંત વર્તમાન સમયમાં  મિટિંગ સાથે ભોજન રાખવામાં આવે તો તેમા મીઠાઈ રાખવામાં ન આવે.

આ સાથે વિદેશ નીતિ અંગે વાત કરતા ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરની કામગીરીની પ્રશંસા કરી હતી. વર્તમાન કટોકટીમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને રૂટ મામલે સરકારે લીધેલા નિર્ણયોને ઉદ્યોગકારોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. અને કટોકટીના આ સમયમાં સમગ્ર ઉદ્યોગ સરકારની સાથે ઉભો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી ઘડિયાળ બજારમાં મંદીનો માહોલ છે અને તેમાં રો મટીરીયલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અને ડિમાન્ડ ન હોવા છતાં ઉત્પાદન ખર્ચ વધતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, 95% નાના ઉદ્યોગકારો સર્વાઈવ કરી શકે તે માટે શટડાઉન લેવાના બદલે ઉત્પાદન ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી છે. હવે માત્ર નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શન કરવાનો નિર્ણય લેવાયો છે.




Latest News