મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કમલમ ખાતે ચૂંટણી લક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા પણ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઇ મકવાણા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ખાસ કરીને આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓને ધ્યાને રાખીને રોડમેપ અને સંગઠનલક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત કરવા બૂથ સ્તર સુધીના આયોજન ઉપર આગેવાનોએ ભાર મૂક્યો હતો. અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયું હતું. તેમજ પક્ષના માળખાને વધુ મજબૂત કરવા અને પેજ સમિતિના કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ, તાલુકા અને શહેરના પ્રભારીઓ સહિતના હાજર રહ્યા હતા.




Latest News