મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર ચાલુ રહે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોમાં મોરબી શહેર મોખરે છે. તેથી સમગ્ર મોરબી જિલ્લામાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો-ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં.૨૦૬, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરીને યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

ઉલ્લેખનીય છે કે ‘પથિક’ (pathik- programme for analysis of travellers and hotel informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ સોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે-તે સ્થળ પર જવાની જરૂર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે-તે હોટલની રજીસ્ટ્રેશનને લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરીને ટેક્નોલોજીની મદદથી ટૂંકી સમય મર્યાદામાં કોઈપણ ગુન્હો બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.




Latest News