મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ


SHARE











મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપરથી જુદા જુદા બે એકટીવાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે એકટીવા પર જઈ રહેલા શખ્સો પાસેથી કુલ મળીને દારૂની 17 બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે અને દારૂ આપનાર તરીકે ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે

મોરબીના વાવડી રોડ પર આવેલ બાપા સીતારામ ની મઢૂલી પાસેથી એકટીવા નંબર જીજે 36 એ કે 7929 પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કરતા સ્કૂટર ઉપર જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની નાની 16 બોટલ મળી આવતા 1280 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયા ની કિંમત નું વાહન કબજે કર્યું હતું અને આરોપી નવઘણભાઈ રઘુભાઈ ડેડાણીયા (28) રહે લાયન્સનગર ચરમાળીયા દાદા ના મંદિર પાસે મોરબી તેમજ કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા (44) રહે. વાવડી રોડ ગાયત્રી નગર મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કારો રહે. લાતી પ્લોટ  મોરબી વાળા પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ સાથે એક પકડાયો, બે આરોપીની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર એકટીવા નંબર જીજે 36 એએસ 5283 રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા 50 હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ 50300 ની કિંમતના મુદ્દામાલ સાથે કિશોરસિંહ ઉદુભા ઝાલા (46) રહે પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂની બોટલ તેણે અશોકભાઈ ડાયાભાઈ પાટડીયા અને વિશાલભાઈ અશોકભાઈ પાટડીયા રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેયની સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે






Latest News