માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા


SHARE





વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા

વાંકાનેરના જોધપર ગામ નજીક નવા બનતા પેટ્રોલ પંપ સામેથી યુવાન પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જેસીબીના ચાલકે રિક્ષાનું કાવું મારવા જતા સમયે રીક્ષાને સાઈડમાંથી હડફેટ લીધી હતી જેથી કરીને રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલક તથા તેના બહેન સહિત કુલ 5 વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેમાં રીક્ષા ચાલકના બહેનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના કોઠી ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતાં કાનાભાઈ નાગજીભાઈ ચાવડા (22) એ હાલમાં જેસીબી નંબર જીજે 13 એડી 2109 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના જોધપર ખારી પુલ નજીક નવા બનતા પેટ્રોલ પંપની સામેના ભાગમાંથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 3 બીયુ 7319 લઈને વાંકાનેર થાન ચોકડી પાસે આવેલ હેમપેન્ટ કારખાનેથી કોઠી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ નજીક જેસીબીના ચાલકે પોતાનું વાહન બેફીકરાયથી ચલાવીને ફરિયાદીની રિક્ષાનું કાવું મારીને રીક્ષાને સાઈડમાંથી હડફેટે લીધી હતી જેથી કરીને રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં ફરિયાદી તથા તેના બહેન રેખાબેન તેમજ તેઓના કૌટુંબિક બહેન આરતીબેન અને માનસીબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જો કે, સોનલબેનને ફ્રેક્ચર અને ફરિયાદીના બહેન રેખાબેન (15) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News