મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ કારખાનામાં ટ્રક ચાલકને સરનામું બતાવવા માટે યુવાન ગયો હતો ત્યારે અન્ય ટ્રક ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી યુવાનને છાતી, મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (44)એ ટ્રક નંબર ટીએન 52 એબી 0220 નંબરના વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો ભત્રીજો મયુરભાઈ જેસીંગભાઇ ચૌહાણ (26) રહે. જવાહર સોસાયટી મોરબી વાળો સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ વિન્ટેજ વિટ્રીફાઈડ કારખાનામાં કોઈ ટ્રક વાળાને કારખાનાનું સરનામું બતાવવા માટે થઈને ગયો હતો અને વિન્ટેજ કારખાના પાસે અકસ્માત સર્જના ટ્રક ચાલક તેનો ટ્રક કારખાનામાંથી બહાર કાઢવા માટે ઓવર સ્પીડમાં વાહન લઈને નીકળ્યો હતો ત્યારે તેને ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા મયુરને છાતી, મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી ફરિયાદીના ભત્રીજાનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News