મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત


SHARE











મોરબીમાં માતાનું અવસાન થતા તેમજ પિતાને બ્લડ કેન્સર હોય જીવનથી હતાશ થઈ ગળાફાંસો ખાતા આધેડનું મોત

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા આધેડે ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજ્યું હતુ. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીવનથી હતાશ થઈ ગયા હોય આધેડે અંતિમ પગલું ભરી લીધું હતું અને તેઓનું મોત નિપજેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલી જાનીશેરી વિસ્તારમાં રહેતા અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટ નામના ૫૯ વર્ષીય આધેડે તેમના ઘેર ગત રાત્રિ દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતુ.બનાવની વહેલી સવારે જાણ થતાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડાયો હતો અને ત્યાંથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ જમાદાર એમ.એમ.દેગામડીયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મૃતક અરૂણભાઇ ભટ્ટના માતાનું દિવસો પહેલાં અવસાન થયું છે જ્યારે તેમના પિતા છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને અરૂણભાઇ સહિત ત્રણ ભાઇઓ અને એક બહેન છે. જોકે ત્રણમાંથી એક પણ ભાઈના મોટી ઉમર થવા છતા લગ્ન થયા ન હોય અને મૃતક ઉપર જ ઘરની જવાબદારી હતી.મૃતક પોતે લાકી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરતા હોય તમામ પ્રકારના વિપરીત સંજોગોને લીધે જીવનથી હતાશ થઈને અરૂણભાઇ પ્રમોદરાય ભટ્ટે ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા ફરીદાબેન કાસમભાઈ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધા ગતરાત્રીના બાઈકમાં પાછળના ભાગે બેસીને શનાળા પાસે છેલ્લા ઘણા સમયથી બની રહેલા ઓવર બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરના ખાડાના લીધે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ નિલેશ શોપિંગ સેન્ટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પપ્પુભાઇ રઘુભાઈ વસુનિયા નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના રચનાબેન જયંતીભાઈ છત્રોલા નામની ૨૨ વર્ષીય મહિલા જુના બસ સ્ટેશન પાસેથી જતી હતી ત્યાં તેણીને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલ લઈ જવાઇ હતી.






Latest News