વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત

મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડની હાલત દાયનીય છે અને લોકો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક પેચવર્ક કરવા આપવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઈ મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજુરી અગાઉ મળી ગયેલ છે પરંતુ રોડનું કામ આજ દિવસ સુધી ચાલુ થયેલ નથી જેથી કરીને આ રોડ ઉપર ઘણી બધી સીરામિક ફેકટરીઓ આવેલ હોય ત્યાં આવતા જતાં કર્મચારીઓ સહિતના લોકોને તેમજ ટ્રાન્સપોર્ટેશન માટેના ભારે વાહનોની અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને હાલમાં આ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે ઠેરઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે અકસ્માત થતા હોય અને ટ્રાફીકજામની સમસ્યા પણ રહેતી હોય છે જેથી અકસ્માત થતા રોકવા માટે તાત્કાલીક આ રોડનું પેચવર્ક કરવા આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે 




Latest News