વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીનો ડીપી મંજુર કરવા જિલ્લા ભાજપના માજી પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબીનો ડીપી મંજુર કરવા જિલ્લા ભાજપના માજી પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત

મોરબીની વસ્તી તેમજ વિકાસને ધ્યાને રાખીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે મોરબીનો ડીપી મંજુર કરવા મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે અને તાત્કાલિક મોરબીનો ડીપી મંજૂર કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ  છે

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મોરબીનો ડેવલોપમેન્ટ પ્લાન (ડીપી) મંજુર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે,  મોરબીને મહાનગરપાલીકાનો દરજજો આપવા અગાઉ પણ ઘણી વખત રજુઆત કરેલ છે મોરબી સિરામિક ફેકટરીઓનું હબ હોય આશરે ૧૦૦૦ કરતા પણ વધાર સિરામિક ફેકટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલ છે જેથી અન્ય શહેરો તેમજ અન્ય રાજયોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતા હોય મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે તેમજ દેશ વિદેશથી પણ વ્યાપારીઓ ટાઈલ્સના વ્યાપાર અર્થે મોરબીમાં આવે છે અને સીરામિક પ્રોડકટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયુ હોય ટ્રક જેવા ભારે વાહનોની મોટી સંખ્યામાં દરરોજ અવર જવર રહે છે જેથી ટ્રાફિકની પણ અતિ વિકટ સમસ્યા રહે છે મોરબીની વસ્તી તેમજ વિકાસ તેમજ મહાનગરપાલીકાની વ્યાખ્યાને ધ્યાને લેતા મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળવા પાત્ર છે તેમ છતાં જો મહાનગરપાલીકાનો દરજજો ન મળે તેમ હોય તો દિન પ્રતિદીન શહેરનો વિકાસ થતો હોય છે જેથી રોડ રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા આયોજન મુજબ કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ડેવલોપમેન્ટ પ્લાન જરૂરી હોય તાત્કાલીક ધોરણે ડેવલોપમેન્ટ પ્લાનને મંજુરી આપવામાં આવે તેના માટે રજૂઆત કરેલ છે




Latest News