મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીનાં ચકમપર(જી) ગામે યુવાનને માર મરનારા બે શખ્સોની ધરપકડ


SHARE













મોરબીનાં ચકમપર(જી) ગામે યુવાનને માર મરનારા બે શખ્સોની ધરપકડ

મોરબીનાં ચકમપર(જીવાપર) ગામે રહેતા યુવાન સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી અને ધોકા તેમજ પાઇપ વડે બે શખ્સો દ્વારા યુવાનને માર મારવામા આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ચકમપર(જીવાપર) ગામે પ્લોટ વીસ્તારમાં રહેતા દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણ (ઉ. ૩૨)એ કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ રહે બન્ને ગામ ચકમપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા.૧૬/૧૨ ના સાંજના છએક વાગ્યાના અરસામા ચકમપર ગામે આવેલ પાણીના આરો પ્લાન પાસે ફરીયાદી યુવાનને આરોપીઓ અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ગાળો આપી હતી અને ફરીયાદી યુવાન સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારે આરોપી કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણએ ફરીયાદી યુવાનને જમણા હાથમા લાકડાના ધોકાથી માર મરેલ હતો અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણએ લોખંડના પાઇપથી માથા અને જમણા પગમા માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને હાલમાં બંને આરોપી કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ (૩૦) અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ (૩૫) રહે બન્ને ચકમપર વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસે સર્વિસ રોડ પર ઉભેલા ટ્રેલરમાંથી નીચે ઉતરતા સમયે અન્ય વાહન ચાલકે અડફેટે લેતા રાજુભાઈ ભુરાભાઈ (ઉંમર ૫૫) રહે. કચ્છ (ભુજ) વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News