મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી


SHARE













મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કેચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કેતેઓની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ ગજીયા હાલમાં પીએસઆઇની પરીક્ષા માટે તૈયારી કરતા હોય ગાંધીનગર ખાતે ગયેલા હતા અને તેઓના પત્ની તેના માવતર ગયા હતા જેથી કરીને માત્ર એક દિવસ હિતેશભાઈનું ઘર બંધ રહ્યું હતું દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે જો પોલીસ દ્વારા પોલીસના ઘરની અંદર બનેલ ચોરીના બનાવની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો અન્ય લોકોની સાથે પોલીસ મિત્ર કઈ રીતે બનતી હશે તે સૌથી મોટો સવાલ છે અત્રે એ વાતા પણ ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ૧૦ થી વધુ દુકાનોને તોડવામાં આવી હતી તે બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો પણ ચોરીના આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને છેલ્લા દિવસોમાં વાવડી રોડ ઉપર જુદાજુદા વિસ્તારમાં નાની મોટી ચોરીની ઘટનાઓ ઘણી બનેલ છે જો કે, ફરિયાદ એક પણ બનાવમાં નોંધવામાં આવી નથી






Latest News