મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં ઘરે સીડી ઉપરથી પડતાં માથામાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE









મોરબીમાં ઘરે સીડી ઉપરથી પડતાં માથામાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા આધેડ પોતાના ઘરે સીડી ઉપરથી પડી ગયા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા (50) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર સીડી ઉપરથી પડી જવાના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મહેશભાઇ સોલંકી (15) નામના સગીર બાળકને લાયન્સનગરના ગેટ પાસે બાઈક વાળાએ હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

એસિડ પી લેતા સારવારમાં

મોરબીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જીયાબેન ઉર્ફે છાયાબેન લાલજીભાઈ સોલંકી (15) નામની સગીરા કોઈ કારણોસર ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી




Latest News