મોરબીમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૮૨ લાભાર્થીઓને ૪૦ લાખની સહાય ચૂકવાઇ
સાવધાની જરૂરી: મોરબીમાં વધુ છ વિદ્યાર્થી સહિત સાતને કોરોના પોઝિટિવ
SHARE
સાવધાની જરૂરી: મોરબીમાં વધુ છ વિદ્યાર્થી સહિત સાતને કોરોના પોઝિટિવ
મોરબી જીલ્લામાં ગઇકાલે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં એક વિદ્યાર્થી હતો જેથી કરીને આ વિદ્યાર્થી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં ભણતો હતો જેથી ત્યાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવતા આજે ત્યાના છ વિદ્યાર્થીને આજે કોરોના પોઝિટિવ આવેલ છે તેમજ ગઇકાલે એક યુવાનને કોરોના પોઝિટિવ આવેલ હતો તેના સંપર્કમાં આવેલ વધુ એક યુવાનને આજે કોરોના પોઝિટિવ આવેલ છે જેથી આજના સાત સહિત મોરબી જીલ્લામાં આજની તારીખે કોરોનાના નવ એક્ટિવ કેસ થઈ ગયા છે
મોરબી જીલ્લામાં કોરોનાના બે કેસ ગઇકાલે સામે આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થી અને એક યુવાનનો સમાવેશ થતો હતો અને જેને કોરોના પોઝિટિવ આવેલ હતા તેના સંપર્કમાં આવેલ અન્ય લોકોના આજે સેમ્પલ લેવાં આવેલ હતા જેમથી નવા સાત નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેની માહિતી આપતા આરોગ્ય વિભાગે જણાવ્યુ છે કે, ગઇકાલે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાંથી કુલ ૧૮૬ સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી વધુ ૬ વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી ૫ વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ ૧ વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. અને ગઈકાલે જે યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેના કોન્ટેકમાં આવેલ વધુ એક ૩૧ વર્ષના યુવાનને કોરોના આવેલ છે જે મોરબી શહેરી વિસ્તારનો રહેવાસી છે આમ આજની તારીખે મોરબી જીલ્લામાં કુલ ૯ કોરોના પોઝીટીવના એક્ટિવ કેસ થયા છે