મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી
Breaking news
Morbi Today

મોરબીનાં આમરણ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ : ૧૨૦૦ લિટર આથા સાથે ૪ ઝડપાયા


SHARE







મોરબીનાં આમરણ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ : ૧૨૦૦ લિટર આથા સાથે ૪ ઝડપાયા

મોરબી તાલુકાનાં આમરણ ગામ ખારીપીચ વોકળાના કાઠે બાવળના જુંડમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે ૧૨૦૦ લિટર આથો અને ૫૦ લિટર દેશી દારૂ સહિત કુલ મળીને ૫૯૦૦ ના મુદામાલ સાથે ચાર આરોપીની એલસીબીની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમે આમરણ ગામ ખારીપીચ વોકળાના કાઠે બાવળના જુંડમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સબીર ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૩૦) રહે. દાવલશાવાસ પાણીના ટાકા પાસે આમરણ, તોફીકભાઇ અશરફભાઇ બુખારી જાતે સૈયદ (ઉ.૨૫) રહે. દાવલશાવાસ દરગાહના ચોક પાસે આમરણ, બાબુ ઉર્ફે પ્રફુલ ઉર્ફે નઢો દિલીપભાઇ થારૂકીયા દેવીપૂજક (ઉ.૨૨) રહે. બજરંગ હોટલની બાજુમાં ટાટાનગર આમરણ અને સુનીલભાઇ અરજણભાઇ પરમાર (ઉ.૩૫) રહે. દલીતવાસ આમરણ વાળા એકબીજા સાથે મળીને દેશી દારૂ ગાળવાની ભટ્ઠી ચલાવતા મળી આવ્યા હતા જેથી પોલીસે ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૧૧૦૦ લીટર, ભઠીના સાધનો એલ્યુમીનીયમના બે બકડીયા, બે પાટળી નળી, ગેસના લોખંડના બે ચુલા, ઇન્ડન કંપનીના ગેસના બે બાટલા અને ૫૦ લિટર દેશી દારૂ આમ કુલ મળીને ૫૯૦૦ ના મુદામાલ સાથે ચારેપ આરોપીની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેયની  સામે પ્રોહિ કલમ ૬૫, બી, સી, ડી, ઇ, એફ, ૬૬બી મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબી ઇદ મસ્જીદ રોડ ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ સાથે હાલમાં જીલાનીભાઇ કાસમભાઇ ચૌહાણ જાતે પીંજારા (ઉ.૨૦) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ કયાથી આવી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News