મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી
Breaking news
Morbi Today

મોરબીનાં આમરણ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ : ૧૨૦૦ લિટર આથા સાથે ૪ ઝડપાયા


SHARE













મોરબીનાં આમરણ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ : ૧૨૦૦ લિટર આથા સાથે ૪ ઝડપાયા

મોરબી તાલુકાનાં આમરણ ગામ ખારીપીચ વોકળાના કાઠે બાવળના જુંડમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે ૧૨૦૦ લિટર આથો અને ૫૦ લિટર દેશી દારૂ સહિત કુલ મળીને ૫૯૦૦ ના મુદામાલ સાથે ચાર આરોપીની એલસીબીની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમે આમરણ ગામ ખારીપીચ વોકળાના કાઠે બાવળના જુંડમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સબીર ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૩૦) રહે. દાવલશાવાસ પાણીના ટાકા પાસે આમરણ, તોફીકભાઇ અશરફભાઇ બુખારી જાતે સૈયદ (ઉ.૨૫) રહે. દાવલશાવાસ દરગાહના ચોક પાસે આમરણ, બાબુ ઉર્ફે પ્રફુલ ઉર્ફે નઢો દિલીપભાઇ થારૂકીયા દેવીપૂજક (ઉ.૨૨) રહે. બજરંગ હોટલની બાજુમાં ટાટાનગર આમરણ અને સુનીલભાઇ અરજણભાઇ પરમાર (ઉ.૩૫) રહે. દલીતવાસ આમરણ વાળા એકબીજા સાથે મળીને દેશી દારૂ ગાળવાની ભટ્ઠી ચલાવતા મળી આવ્યા હતા જેથી પોલીસે ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૧૧૦૦ લીટર, ભઠીના સાધનો એલ્યુમીનીયમના બે બકડીયા, બે પાટળી નળી, ગેસના લોખંડના બે ચુલા, ઇન્ડન કંપનીના ગેસના બે બાટલા અને ૫૦ લિટર દેશી દારૂ આમ કુલ મળીને ૫૯૦૦ ના મુદામાલ સાથે ચારેપ આરોપીની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેયની  સામે પ્રોહિ કલમ ૬૫, બી, સી, ડી, ઇ, એફ, ૬૬બી મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબી ઇદ મસ્જીદ રોડ ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ સાથે હાલમાં જીલાનીભાઇ કાસમભાઇ ચૌહાણ જાતે પીંજારા (ઉ.૨૦) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ કયાથી આવી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News