મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત


SHARE









મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત

મોરબી નજીકના ટંકારા તાલુકામાં આવતા ઘુનડા ગામે રહેતો સગીર આજે સવારે ઘરેથી બાઇક લઈને વાડીએ કામે જવા માટે નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં તેનું બાઇક વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

વધુમાં મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા વિક્રમભાઈ દિનેશભાઈ પરેશા નામનો ૧૬ વર્ષનો કોળી સગીર બાઈક લઈને કામે જવા માટે નીકળ્યો હતો.તે ધઠઘરેથી વાડીએ જતો હતો અને ત્યાંથી ઢોર માટે નિરણ લેવા જવાનો હતો.ત્યારે આજે તા.૧૧-૫ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ઘુનડા ગામ પાસે આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તેનું બાઇક સ્લીપ થયું હતું.જે બનાવમાં માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી વિક્રમ દિનેશભાઇ પરેસા (૧૬) ને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં ટુંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થયેલ હોય પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સિચણાદા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.જોકે વિક્રમ કોળીનું મોત નીપજેલ હોય અને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને આગળની તપાસ માટે જાણ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેલ ચોક સામે બોરીચાવાસ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ દશરથભાઈ પંચાલ નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં માથામાં ઇજા થયેલી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં વિશાલ જગદીશભાઈ કણજારિયા (૩૫) રહે.વાંકાનેર ને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

તેમજ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અણદાભાઇ આલ નામના ૪૩ વર્ષના યુવાનને જુના બસ સ્ટેશન પાસેની ચામુંડા ટી સ્ટલની પાસે ત્રણ-ચાર લોકો દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલા જગદીશભાઈને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News