મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન


SHARE









મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબી વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વાલ્મિકી સમાજનો 11 માં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નમાં 10 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાશે. આ સમૂહ લગ્નોત્સવ તા. 31/5 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ સેવાકીય કામમાં સમૂહ લગ્નના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે અ.સૌ. રંજનબેન અને પી.ડી. કાંજીયા તેમજ કૃષ્ણકુમાર પી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી) સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કિચન સેટના દાતા તરીકે ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ - મોરબીના પ્રમુખ રમેશભાઈ રૂપાલા તથા ટ્રસ્ટી રશ્મિકાબેન રમેશભાઈ રૂપાલા તેમજ સાસા એનર્જી એલએલપી (Sasa Energy Llp) અને સતિષભાઈ તરફથી પણ ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ બાબુભાઈ પુરાણીયા અને ઉપપ્રમુખ ગુલાબભાઈ પુરાણીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમૂહ લગ્નમાં નવદંપતીને દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી ચાંદીના સાંકળા, ડબલ બેડ પલંગ, કબાટ સહિત આશરે 85 જેટલી નાની-મોટી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. અને આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા માટે સંતો-મહંતો, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યો અને રાજકીય તેમજ સામાજીક અગ્રણીઓ હાજર રહેશે. અને આયોજકોએ જણાવ્યુ છે કે, સમૂહલગ્નએ સમયની માંગ છે અને આવા આયોજનોથી સમાજમાં દહેજના દૂષણને અટકાવી શકાય છે અને આર્થિક ઉન્નતિ તરફ આગળ વધી શકાય છે. સમિતિએ વાલ્મિકી સમાજના તમામ લોકોને આ મંગલમય અવસરે હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.




Latest News