હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ


SHARE





મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ

મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલતા વિવિધ ન્યાયિક અને મહેસૂલી કેસની કામગીરીને વધુ વેગવંતી, સરળ અને ન્યાયી બનાવવા માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેક્ટર કોર્ટ હેઠળ ચાલતા મહેસૂલી અપીલ-રિવિઝન કેસ, જમીન શાખાના શરતભંગના કેસ તેમજ મેજિસ્ટ્રિયલ શાખાના ટેલિગ્રાફ એક્ટ અંતર્ગતના તમામ કેસમાં હવે ઓપન કોર્ટ’ (Open Court) ની પદ્ધતિ અમલી કરવામાં આવી છે.


આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, કોર્ટની કામગીરીમાં પારદર્શિતા લાવવી અને પેન્ડિંગ કેસનો ઝડપી નિકાલ કરવો એ જ ઓપન કોર્ટનો મુખ્ય હેતુ છે. અમે બધા પ્રકારના કેસમાં આ અભિગમ અપનાવ્યો છે, જેથી વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને પૂરતો ન્યાય મળે. ડિજિટલ પોર્ટલ અને SMS એલર્ટ જેવી આધુનિક કડીઓ જોડાવાથી અરજદારોનો સમય બચશે અને વહીવટી પ્રક્રિયા વધુ લોકાભિમુખ બની છે.

ઓપન કોર્ટની આ નવતર વ્યવસ્થા અંતર્ગત તમામ પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ સાંભળવામાં આવે છે અને વાદી તેમજ પ્રતિવાદી બંને પક્ષોને પોતાની રજૂઆત કરવાની સમાન અને પૂરતી તક આપવામાં આવે છે. સરકારની સુદ્રઢ ડિજિટલ નીતિ અનુસાર, અપીલ અને રિવિઝનના કેસની તમામ પ્રક્રિયાને iRCMS (Integrated Revenue Court Management System) પોર્ટલ પર ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. આ ટેકનોલોજીના માધ્યમથી સંબંધિત પક્ષકારો પોતાના કેસના સ્ટેજ અને આગામી તારીખોથી સમયાંતરે માહિતગાર રહી શકે છે, તેમજ અરજદારોને મુદત અને નોટિસની જાણ નિયમિતપણે ઓનલાઈન SMS મારફતે સીધી તેમના મોબાઈલ પર કરવામાં આવે છે.

આ સુધારાવાદી પ્રથા હેઠળ, સુનાવણી દરમિયાન જે કેસ ઠરાવ (જજમેન્ટ) ઉપર લેવામાં આવે, તે જ દિવસે અરજી મંજૂર કે નામંજૂર થયા અંગેની વિગત અને ઠરાવ પ્રસિદ્ધિની તારીખ ઓપન કોર્ટમાં જ જાહેર કરાય છે. નિયત તારીખે પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ જ હુકમની નકલ સોંપવામાં આવે છે. વહીવટી સુગમતાના ભાગરૂપે, ઓપન કોર્ટમાં પ્રસિદ્ધ કરાયેલા હુકમની ફેરફાર નોંધ પણ હક્કપત્રકે (રેવન્યુ રેકોર્ડમાં) હુકમના દિવસે જ દાખલ થઈ જાય તેવો આધુનિક અભિગમ અમલી કરાયો છે.




Latest News